શહેરા સબ ડિવિઝન ૧ માં આવતા દલવાડા,ઉંમરપુર અને ખોડિયાર ફીડરમાં આવતા વિવિધ ગામોમાં એમજીવીસીએલની ટીમો દ્વારા પોલીસને સાથે રાખી ૨૩૩ જેટલા રહેણાંક મકાનો અને દુકાનોના વિજ જોડાણોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,જેમાં ૩૬ જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવતા અંદાજિત રૂ.૪.૨૫ લાખની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી.