તારીખ 16 જાન્યુઆરીની મોડીરાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે, પ્રાપ્ત વિગત અનુસાર, આરોપીઓએ સાહિલ પાસે ગાડીની માંગણી કરી હતી, જેની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ છરી, તલવાર અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાહિલને હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના દરમિયાન આરોપીઓએ વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો પણ કર્યો હતો