વાંસદા: કમોસમી વરસાદથી ડાંગરના પાકને ભારે નુકસાન — અસરગ્રસ્ત ખેડૂતો માટે રાહત સહાયની ભલામણ ધવલ પટેલે કરી
Bansda, Navsari | Oct 27, 2025 અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયકલોનિક સરક્યુલેશનના કારણે વલસાડ લોકસભા વિસ્તારના વિવિધ તાલુકાઓમાં અસમયે પડેલા કમોસમી વરસાદથી ડાંગરનો તૈયાર થયેલો પાક બરબાદ થયો છે. આ કારણે અનેક આદિવાસી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે, કારણ કે ડાંગર તેમનો મુખ્ય આજીવિકાનો આધાર છે. સાંસદ ધવલ પટેલે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ કૃષિ વિભાગને તાત્કાલિક સર્વે હાથ ધરી અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવાની ભલામણ કરવામાં આવી છે.