સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં બનેલ બે ગંભીર દુર્ઘટના અંગે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ સિવિલ અધિક્ષક મોનાલીબેન માકડીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,આ ખૂબ જ ગંભીર બાબત છે. આ મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. તેમના રિપોર્ટ બાદ જવાબદારો સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.