લીલીયા શહેરના પટેલનગર વિસ્તારમાં ચાલી રહેલી ગટરની કામગીરી અંગે સ્થાનિક રહીશો તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. કામમાં થઈ રહેલી બેદરકારીઓ અંગે તાલુકા પ્રમુખ વિજયભાઈ વિરાણીએ સત્તાવાળાઓનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે તાત્કાલિક યોગ્ય કામગીરી, અને લોકહિતને કેન્દ્રમાં રાખી નિર્ણય કરવાની માંગ સાથે આજે તા.૨૨ને સાંજે છ કલાકે વિડીયો વાયરલ કર્યો છે.