વડોદરા: નવાપુરા પોલીસ મથક પાસે અકસ્માતની ઘટના,મુસાફરો ઈજાગ્રસ્ત
વડોદરા : નવાપુરા પોલીસ મથક પાસે રીક્ષા અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે રિક્ષામાં સવાર લોકો અને ટેમ્પો ચાલક ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.નોંધનીય છે કે આજે પણ કમાવાની લ્હાયમાં કેટલાક ચાલકો વધુ પડતા મુસાફરો ભરી ટ્રાફિક નિયમનના ઉલ્લંઘન કરવા સાથે લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.