જોડિયા: જિલ્લાના ૯ સામૂહિક આરોગ્ય કેન્દ્રો નિદાન કેમ્પ યોજાશે, જોડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પ્રારંભ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મધ્યપ્રદેશના ધાર ખાતેથી રાષ્ટ્રવ્યાપી ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અને પોષણ માસનો પ્રારંભ કરવામાં આવ્યો. જામનગર જિલ્લામાં આ અભિયાનની શરૂઆત સાંસદ શ્રી પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ જોડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કરવામાં આવી.