માધાપર ગામે નવાવાસમાં આવેલા સમાજનગરમાં જુગાર રમતા આઠ ખેલી પકડાયા હતા. જેમાં ચેતનભાઈ ચુનીલાલ દરજી, દિનેશપુરી શંકરપુરી ગોસ્વામી, દેવશી કુંવરજીભાઈ હિરાણી, રોશનબેન ચેતનભાઈ દરજી, પૂનમબેન કલ્યાણજીભાઈ રાજગોર, રીનાબેન ભાવેશભાઈ રાઠોડ, નીતાબેન દિનેશપુરી ગોસ્વામી, હેમાંગીબેન અજીતભાઈ પંડયાને પકડી રોકડા રૂા. ૬૪,૪૫૦ તેમજ ૬૫,૫૦૦ ના ૯ મોબાઈલ અને દોઢ લાખની પાંચ ગાડીઓ મળી કુલ ૨.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરી માધાપર પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.