નડિયાદ: નડિયાદ સંતરામ મંદિર ખાતે લીલી પરિક્રમાનો શુભારંભ.
જુનાગઢ ખાતેની લીલી પરિક્રમા આ વખતે રદ કરવામાં આવી છે. નડિયાદ શ્રી સંતરામ મહારાજના મંદિરમાં પરંપરાગત કરવામાં આવતી લીલી પરિક્રમાનો શુભારંભ થયો છે નડિયાદમાંથી લીલી પરિક્રમા કરવા માટે જઈ ન શકતા અશકત અને વૃદ્ધો માટે પરંપરાગત રીતે નડિયાદમાં ગિરનારની પ્રતિકૃતિ ખડી કરવામાં આવે છે. અવધૂત શ્રી સંતરામ મહારાજના ભક્તો નડિયાદ મંદિરમાં ઊભી કરવામાં આવેલી લીલી પરિક્રમાનો લાભ લેતા જોવા મળ્યા..