વલ્લભીપુર: તાલુકાના કાળા તળાવ ગામે વૃદ્ધને માર માર્યાના બનાવમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાયું
વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે એક પાટીદાર વૃદ્ધને માર મારતાં હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો , ત્યાર બાદ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો, પોલીસ દ્વારા તાત્કાલિક એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો ત્યાર બાદ આજે બીજા આરોપીને ઝડપી લઇ તેનું ઘટના સ્થળ પર રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.