બાતમી હકિકત મળેલ કે, આઈસર ટેમ્પો રજી.નં.GJ-18-AT-8637 માં દાદરા નગર હવેલી ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ખેરગામ તરફ આવી રહ્યો છે જે બાતમીના આધારે ખેરગામ પોલીસે ખેરગામ થી પાણી ખડગ જતા રોડ ઉપરથી પોલીસે ટેમ્પામાંથી ભારતીય બનાવટ વિદેશી દારૂની વિસ્કીને બાટલીઓ નંગ 2,760 જેની કિંમત રૂપિયા 7, 66,800 નો પ્રોહી મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ ખેરગામ પોલીસ કરી રહી છે.