ગોધરા: જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલાં લેવા અનુરોધ
પંચમહાલ જિલ્લા ખેતીવાડી અધિકારીની એક યાદીમાં જણાવ્યા અનુસાર હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૬-૦૫-૨૦૨૫ થી તા.૨૯-૦૫-૨૦૨૫ દરમિયાન ગુજરાત રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને ધ્યાને લઇ ખેડૂતોને પાકના રક્ષણ માટે કેટલાક તકેદારીનાં પગલા લેવા જણાવાયું છે.