રાપર: રાપરમાં જમીન ફરતે કરેલી દિવાલ તોડી ધમકીઓ આપનાર ૩ શખ્સો સામે ફોજદારી
Rapar, Kutch | Feb 1, 2026 રાપરના પ્રાગપર ચોકડી પાસે આવેલી કિંમતી જમીન પર ગેરકાયદે કબ્જો જમાવવાના ઈરાદે ત્રણ શખ્સોએ મૂળ માલિક અને તેના પરિવારને હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના રાપર પોલીસ ચોપડે નોંધાઈ છે.આરોપીઓ ખાડા ખોદી ગેરકાયદે દિવાલનું કામ કરતા હતા. આ કામ અટકાવતા આરોપીઓએ ધોકા અને લાકડીઓ બતાવી ગાળાગાળી કરી ધમકી આપી હતી.રાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.