ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તન તરફના ઐતિહાસિક પગલાં તરીકે, દીનદયાળ પોર્ટ અથોરિટી, કંડલાએ દેશમાં સૌપ્રથમ 'મેક ઇન ઈન્ડિયા" મેગાવોટ ક્ષમતા ધરાવતું ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ શરૂ કર્યુ છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝના કેન્દ્રિય મંત્રી સર્વાનંદ સોનવાલ દ્વારા કરવામાં આવ્યું હતું.