રાજકોટ પશ્ચિમ: મનપાની ફુડ શાખા દ્વારા યુનિ.રોડનજીક ગોકુલ એન્ટરપ્રાઇઝમાંથી બેલાખની કિંમતનો325કિગ્રા અખાદ્ય બદામના જથ્થાનો સ્થળ પર જ નાશ
મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે બપોરે 3:00 વાગ્યાની આસપાસ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ગોકુલ એન્ટરપ્રાઇઝમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન આશરે રૂપિયા 2લાખની કિંમતનો આશરે 325 કિગ્રા અખાદ્ય બદામનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને પેઢીને નોટિસ ફટકારવામાં આવી હતી.