ધંધુકા: અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર વેજળકા ટોલનાકા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો
*અમદાવાદ-ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર વેજળકા ટોલનાકા નજીક ભયાનક અકસ્માત સર્જાયો હતો.* અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, સુરતના વતની પાંચ લોકો એક કારમાં સવાર હતા ત્યારે કાર સિમેન્ટના બેરિકેટ સાથે અથડાતાં અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.