કાલાવાડ: બસ સ્ટેન્ડ રોડ અને મેન બજાર વિસ્તારમાંથી બે ઈસમો શંકાસ્પદ હાલતમાં પકડાયા
જામનગર જિલ્લાના કાલાવડના બસ સ્ટેન્ડ રોડ અને મેન બજાર વિસ્તારમાંથી બે ઈસમો મોડી રાત્રે શંકાસ્પદ હાલતમાં પકડાયા હતા. બંને મોડી રાત્રે દુકાનોના તાળા તપાસતા પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી.