લખતર મામલતદાર મીટીંગ હોલ ખાતે તા 6 ડિસેમ્બર ના રોજ તાલુકા સંકલન નું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા સંકલન લખતર વઢવાણ પ્રાંત અધિકારી એમ જે ભરવાડ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે GWIL ગ્રામપંચાયત ના વેરો ભરપાઈ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી અને ન્યાય સમિતિ ચેરમેન મધુબેન મકવાણા દ્વારા લખતર તાલુકાના ગામોને ડાર્ક ઝોન માંથી મુક્તિ આપવા માટે તેમજ વીજ કનેક્શન ખેતીવાડીના વીજ કનેક્શન જેવી રજુઆત કરાઈ