હાંસોટ તાલુકાના ખરચ ગામ પાસે આવેલ બિરલા કંપની રેસિડન્ટમાં રહેતા બીરેન્દ્રકુમાર પાંડેના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ વાયર ફેનસીંગ તાર તોડી પ્રવેશ કરી મકાનને નિશાન બનાવી ઘરમાં મંદિર પાસે રહેલ 2 હજાર રોકડા અને ઘરની બહાર પાર્ક કરેલ બાઇકની ચોરી કરી ભાગી રહ્યા હતા.જે પાંચ તસ્કરોને સિક્યુરિટી ગાર્ડએ જોઈ જતા તેઓના પીછો કર્યો હતો.તસ્કરો સિક્યુરિટી ગાર્ડને જોતા બાઈક સ્થળ પર ફેંકી ફરાર થઇ ગયા હતા.