ગોધરા: શિક્ષકોની સેવા–સુરક્ષા અંગે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યુ
પંચમહાલ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા સેવાસદન કચેરી ખાતે પ્રધાનમંત્રીના નામે આવેદન આપવામાં આવ્યું હતું. તેમાં શિક્ષકોની સેવા–સુરક્ષા અને રોજગારી મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરાઈ છે.આવેદનમાં જણાવાયું છે કે સર્વોચ્ચ ન્યાયાલયે તા. 1 સપ્ટેમ્બર 2025ના રોજ તમામ સેવારત શિક્ષકો માટે TET ફરજિયાત ઠરાવ્યું છે, જેનાથી હજારો શિક્ષકોની નોકરી અને ભવિષ્ય જોખમમાં મુકાયું છે. વર્ષોથી સેવા આપતા શિક્ષકો માટે આ નિર્ણય આર્થિક અસર કરશે