વલ્લભીપુર: વલ્લભીપુર - કલ્યાણપુર ચોકડી પાસે પંચરની કેબિનમાં વીજ શોક લાગતા યુવાનનું કરૂણ મોત
વલ્લભીપુર બરવાળા હાઇવે પર પંચરની કેબિન ચલાવી પેટિયું રળતા 30 વર્ષીય યુવાનનું મોત ,વહેલી સવારે અગમ્ય કારણોસર વીજ શોક લાગતા આસપાસના લપકોએ 108 ને કોલ કરી હોસ્પિટલ ખસેડાયા હતા,વલ્લભીપુર આરોગ્ય કેન્દ્રના ફરજ પરના તબીબે યુવાન ને મૃત જાહેર કર્યો હતો, યુવાનનું નામ જયદેવભાઈ રામજીભાઈ ભટ્ટી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું , પોલીસ ને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી, ઘટના ની જાણ થતાં ગામ લોકોના ટોળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.