જામનગરમાં થોડા દિવસ પહેલા એસીબીની ટુકડીએ છટકુ ગોઠવીને એસઓજીના કોન્સ્ટેબલને ઉધોગ ચોકીના પીએસઆઇ અને રાઇટર વતી એક લાખની લાંચ લેતા પકડી લીધો હતો, જે તે વખતે ફોજદાર અને રાઇટર ફરાર થઈ ગયા હતા, દરમ્યાન આ અંગે આગોતરા જામીન નામંજુર થતા રાજકોટ એસીબી દ્વારા પીએસઆઇ અને રાઇટરની અટકાયત કરવામાં આવી હતી અને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.