ગાંધીધામ: આદિપુર વિસ્તારમાં દુકાનમાં આગ ચાંપી ૮૦ લાખનો માલ સળગાવીને વેપારી પર ગાડી ચડાવવાનો પ્રયાસ; પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
શિણાય નજીક રાજનગર વિસ્તારમાં આવેલી હાર્ડવેરની દુકાનમાં આગ લગાડી રૂા. 80 લાખનું નુકસાન કરી દુકાનદાર ઉપર ગાડી ચડાવી તેની હત્યાની કોશિશ કરાતાં ત્રણ અજાણ્યા શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.ફરિયાદમાં જણાવ્યા અનુસાર ત્રણેય શખ્સો સામે પોલીસે જુદી-જુદી કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.