લીલીયા: લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોથી મુખ્યમંત્રી સડક યોજના હેઠળ ₹૩૪.૯૫ કરોડના રોડ કામોને મળી મંજૂરી
Lilia, Amreli | Nov 11, 2025 સાવરકુંડલા અને લીલીયા તાલુકાના વિકાસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ કુલ ₹૩૪.૯૫ કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ ગ્રાન્ટથી બંને તાલુકામાં કુલ ૧૯ નવા રોડ અને રીસફેસિંગના કામો હાથ ધરાશે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ આ મંજૂરી બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. આ માર્ગો બનવાથી અનેક ગામોની કનેક્ટિવિટી સુધરશે અને ગ્રામીણ વિસ્તારોમાં અવરજવર સરળ બનશે.