ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ગુજરાત સરકારમા ઉચ્ચ અને ટેકનોલોજી શિક્ષણ વિભાગના મંત્રી બન્યા બાદ આજ રોજ પ્રથમ વખત અંજાર નગર પાલિકા કચેરીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.નવ નિયુક્ત મંત્રી એ સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. મંત્રી ત્રિકમભાઈ છાંગાનું કચ્છી પાઘ દ્વારા નગરપતિ વૈભવભાઈ કોડરાણી દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.નગરપાલિકાના પદાધિકારીઓ, કાઉન્સિલરો, અધિકારીઓ, કર્મચારીઓ અને સંગઠનના હોદેદારો દ્વારા મંત્રીનુ સન્માન કરવામાં આવ્યું હતું.