રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઈન્ડિગોની સવારે 7.30 વાગ્યે દિલ્હીથી પ્રસ્થાન કરતી અને રાજકોટ પહોંચતી ફ્લાઇટ દિલ્હીમાં ધુમ્મસના કારણે કેન્સલ કરવામાં આવી છે. તેની સાથે જ સવારે 8.05 વાગ્યે રાજકોટથી ઉડાન ભરતી દિલ્હીની ફ્લાઈટ પણ કેન્સલ થતા 200 જેટલા મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ પહેલા પણ એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઈટ રદ થઈ હતી.