ભાભર: ભાભર પોલીસ સ્ટેશનમાં લોન મેળાનું આયોજન પોલીસ અને બેંકના કર્મીઓએ લોકો માટે લોન વિશે માર્ગદર્શન સીબીર યોજી
ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગોગાબાપાના મંદિરે સામાન્ય જનતા માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પીઆઈ એસ.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને પીએસઆઈ દેવ મોરારીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો ભાભર શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને લોન સંબંધિત માહિતી અને માર્ગદર્શન પરું પાડવાનો હતો.મેળા દરમિયાન ICICI બેંક અને બજાજ ફાઇનાન્સના કર્મચારીઓ દ્વારા લોકોને માહિતી આપી હતી