જાંબુઘોડા: જાંબુઘોડા પંથકમાં કમોસમી વરસાદની હેલી, પંથકમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું
જાંબુઘોડા પંથકમાં છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી પાંચ ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે જો કે આ વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે જ્યારે જાંબુઘોડાના અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતા ગ્રામજનો અવિરત વરસાદને લઈ જાંબુઘોડાના બજારમાં આવી શકતા નથી જેને લઈને વેપારીઓ પર પણ મોટી અસર જોવા મળી રહી છે જ્યારે આજે શનિવારે વહેલી સવારથી સાંજ સુધી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું