ભરૂચ રેલવે સ્ટેશનમાંથી એક ઇસમ ટ્રોલી બેગ ભરી વિદેશી દારૂનો જથ્થો ભરી નિકળનાર છે.જેવી બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી તેની પાસેની બેગમાંથી વિદેશી દારૂની 108 નંગ બોટલ મળી કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બહારની ઊંડાઈ વિસ્તારમાં રહેતો મુનાવરખાન મહેબુબખાન પઠાણને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.