ગોધરા: પશ્ચિમ રેલવેના GM આગામી મુલાકાતને લઈને રેલવે સ્ટેશન ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (GM) વિવેક કુમાર ગુપ્તાની આગામી મુલાકાતને લઈને પંચમહાલ જિલ્લાના મુખ્ય રેલવે મથક ગોધરા ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. GM ગુપ્તા આગામી 12 ડિસેમ્બરના રોજ ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાતે આવી રહ્યા છે, જેના પગલે રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.ગોધરા રેલવે સ્ટેશન હાલમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'અમૃત ભારત રેલ્વે સ્ટેશન યોજના' હેઠળ વિકાસ પામી રહ્યું છે. આ યોજના અંતર્ગત સ્ટેશનના આધ