ગુજરાત કો.ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ એટલે કે અમુલ ફેડરેશનની બોર્ડ મિટિંગ યોજાઇ હતી,જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત રાજ્યના વિવિધ દૂધ સંઘોના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા,ત્યારે આ મિટિંગમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડે પણ હાજરી આપી હતી.