મહેમદાવાદ: કોર્ટ સામે આવેલ વાત્સલ્ય કોમ્પ્લેક્સ પાસે અચાનકજ ઇકો કારના ટાયરમાં સાપ ભરાઈ જતાં સર્જાયો અફડા તફડીનો માહોલ
મહે. કોર્ટ સામે આવેલ વાત્સલ્ય કોમ્પ્લેક્સ પાસે એક ઉભેલી ઇકો કારના ટાયરમાં સાપ ભરાઈ જતાં સર્જાયો હતો અફડા તફડીનો માહોલ. ત્યારે સ્થાનિકોને જાણ થતા ડરનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ સાપ આજુબાજુ કોઈના ઘરોમાં કે દુકાનોમાં ના ઘૂસે તેવી કોશિષ કરાઈ હતી. ત્યારે સ્થાનિકો દ્વારા સાપ રેસ્ક્યુ કરનાર ટીમને જાણ કરાતા મહાજહેમતે સાપનું રેસ્ક્યુ કરી પ્લાસ્ટિકની બરણીમાં ભરી લઇ જતાં સ્થાનિકોએ જાણે રાહતનો શ્વાસ લઇ હાસકારો લેતા નજરે જોવા મળ્યા હતા.