રાજુલાના મફતપરા પ્લોટ વિસ્તારમાં મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, સારવાર અર્થે ખસેડાયા અમરેલી
Amreli City, Amreli | Nov 1, 2025
રાજુલાના મફતપરા પ્લોટ વિસ્તારમાં રહેતી એક મહિલાએ આજે બપોરે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ એક શખ્સના સતત ત્રાસને કારણે મહિલાએ આ કૃત્ય કર્યું હોવાની શક્યતા છે. હાલ તેમને ગંભીર હાલતમાં સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.