તળાજા: તળાજા મહુવા ચોકડી પાસે પાણીની મુખ્ય લાઈન તૂટતા હજારો લિટર પાણીનો વેડફાટ, તંત્ર સામે લોકોમાં રોષ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં મહુવા ચોકડી નજીક પાણીની મુખ્ય લાઈન ખેંચાઈ જતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્યની ઓફિસ સામે આવેલા વાડી વિસ્તારમાં રસ્તા પર સતત પાણી વહેતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. બનાવની જાણ થતાં પાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ તેમજ હરેશભાઈ મેર સહિતના આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મ