મોરબી: મોરબીના લગધીરપુર રોડ ઉપર કલેકટરના જાહેરનામાનો ઉલાળિયો, વન-વે માં ટ્રક ઘુસી પલ્ટી ખાઇ જતાં સર્જાયો અકસ્માત...
Morvi, Morbi | Sep 20, 2025 મોરબીના સીરામીક ઝોન લગધીરપુર રોડ ઉપર હાલમાં રોડની કામગીરી ચાલુ હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 24 જુલાઈથી રોડ વનવે હોવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે, ખાટલે મોટી ખોટ રૂપે અહીં જાહેરનામાના અમલ માટે પોલીસ કે ટ્રાફિક વોર્ડન મુકવામાં ન આવ્યા હોવાથી વાહનચાલકો મન પડે તેમ આવન-જાવન કરી રહ્યા હોવાથી ટ્રાફિક સમસ્યા વકરી છે તેવામાં શનિવારે સાંજના સમયે લગધીરપુર રોડ ઉપર એક ટ્રક પલ્ટી મારી ગયો હોવાની ઘટના સામે આવી છે.