ગોધરા: શહેરના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદની ધમાકેદાર શરૂઆત
રાજ્યભરમાં હવામાનને લઈને થઈ રહેલી આગાહીઓ વચ્ચે આજે પંચમહાલના ગોધરા શહેરમાં વાતાવરણે અચાનક પલટો લીધો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, શહેરમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેમની આ આગાહી ગોધરા શહેરમાં સચોટ સાબિત થઈ છે. 12 કલાકે ગોધરા શહેરનું વાતાવરણ અચાનક બદલાયું. દઉકળાટ અને ગરમી બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા. થોડી જ વારમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ.