મહુવા: મહુવામાં જાહેર રસ્તા પર તિનપત્તીનો જુગાર રમાતો ઝડપાયો, LCBએ 8 જુગારીઓને ઝડપી પાડ્યા
પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લામાં જુગાર અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન તારીખ 5 જૂન 2026ના રોજ LCBની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે મહુવા શહેરના લાતીબજાર વિસ્તારમાં આવેલા વાધરકુવા નજીક જાહેર રોડ પર કેટલાક ઈસમો ગંજીપત્તાના પાનાથી હારજીતનો તિનપત્તીનો