દસાડા: સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ શશક્ત નારી મેળામાં દસાડા તાલુકાના સ્વસહાય જૂથોએ પણ ભાગ લીધો
સુરેન્દ્રનગર ખાતે હાલમાં સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓ સ્વ-સહાય જૂથ થકી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે વિઝનને લઈને મેળાનો પ્રારંભ થયો હતો ત્યારે સશક્ત નારી મેળો વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરી બહેનોને સાચું વળતર અપાવશે ત્યારે આ મેળામાં 50 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં પટોળા, બાંધણી, જેવી સ્વ-સહાય જૂથની પ્રોડક્ટ નું વેચાણ કમ પ્રદર્શન યોજાયું હતું જેમાં દસાડા તાલુકાના સખી મંડળોએ પણ ભાગ લીધો હતો.