મહુવા: મહુવાના J.J. માર્ટ સામે ગ્રાહકનો ગંભીર આક્ષેપ
મહુવાના J.J. માર્ટમાંથી ખરીદવામાં આવેલા બાળકોના ચોકોસ પર એક્સપાયરી ડેટ વીતી ગઈ હોવાનું એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, સમયસર ધ્યાન ન ગયું હોત તો આ સામાન બાળકને ખવડાવવામાં આવી શક્યો હોત, જેના ગંભીર પરિણામો આવી શકતા હતા. ગ્રાહકે આ સમગ્ર ઘટનાનો વીડિયો જાહેર કરી ફૂડ વિભાગને મહુવાના તમામ મોલમાં વેચાતા ખાદ્યપદાર્થોની તપાસ કરવાની તેમજ જો નિયમભંગ થયો હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.