લીલીયા: સલડી ગામ મોડી રાત્રે બદલાયું યુદ્ધના મેદાનમાં,બે સમાજ વચ્ચે જૂથ અથડામણ,૪૦૦ લોકો પોહચ્યા પોલીસ સ્ટેશન ખાતે
Lilia, Amreli | Oct 21, 2025 લીલીયા તાલુકાના સલડી ગામે બે જ્ઞાતિ — આહીર અને પટેલ સમાજ — વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી દરમ્યાન થયેલા મનદુઃખના કારણે બનેલી આ ઘટનામાં બન્ને પક્ષો વચ્ચે ભારે મારામારી થઈ હતી.પટેલ જૂથના આશરે સાત જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમનો આરોપ છે કે તેમને લોખંડની પાઇપ અને ધોકાથી માર મારવામાં આવ્યો હતો.