આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડ શેરી ફેરિયાઓ માટે આણંદ ટાઉનહોલ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો
શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત કેન્દ્ર સરકારની “પી.એમ.સ્વનિધિ” યોજના અન્વયે શહેરી વિસ્તારમાં ખાણી-પીણીની લારી ચલાવતા શહેરી ફેરિયાઓ માટે કરમસદ આણંદ મહાનગરપાલિકા અને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના સંયુક્ત ઉપક્રમે મહાનગરપાલિકાના કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ધીરજલાલ જે.શાહ, ટાઉન હોલ,આણંદ ખાતે ખોરાક સલામતી અને સ્વચ્છતા અંગે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.