લીલીયા ગ્રામ પંચાયતના સરપંચ જીવનભાઈ વોરાને સસ્પેન્ડ કરવામાં આવતા તેમણે પોતાનો પક્ષ રજૂ કરતો એક વિડિયો આજે તારીખ ૨૧ને રાવીવારે બપોરે ૧૨ કલાકે જાહેર કર્યો છે, જે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સરપંચે સસ્પેન્શન અંગે ખુલાસો કરી પોતાની સામે થયેલી કાર્યવાહી અંગે વાત કરી છે. આ વીડિયો બાદ ગામમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.