અંકલેશ્વરમાં આગની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે.ત્યારે આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મુક્તિ ચોકડી નજીક ખુલ્લા પ્લોટમાં પડેલ કચરામાં આગ ફાટી નીકળી હતી.જેને પગલે નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે ફાયર ફાયટરોને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા.અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.