આંકલાવ: શહેરમા જૂની પોસ્ટ ઓફિસ થી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો, નાટક દ્વારા લોકોમાં જાગૃતિ માટે પ્રયાસ
Anklav, Anand | Sep 17, 2025 આંકલાવમાં બુધવારે જૂની પોસ્ટ ઓફિસથી બસ સ્ટેન્ડ જવાના માર્ગ ઉપર સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. યોજાયેલા કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતાને લઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે નાટક ભજવવામાં આવ્યું હતું.