ઐતિહાસિક માનસરોવર તળાવમાં ગંદુ પાણી ઠલવાતું હોવાનો વિડીયો બનાવીને જાગૃત નાગરિકે વાયરલ કર્યો.
Palanpur City, Banas Kantha | Nov 2, 2025
પાલનપુરની ઓળખસમા ઐતિહાસિક માનસરોવર તળાવમાં ગંદુ પાણી ઠલવાતું હોવાનો વિડીયો બનાવીને પાલનપુરના જાગૃત નાગરિક રવિ સોનીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એક તરફ સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને બ્યુટીફિકેશનની કામગીરી કરવામા રહી છે તો બીજી તરફ હજુ સુધી ગંદુ પાણી ઠલવાતું હોવાનો વિડીયો આજે રવિવારે સાંજે 6:30 કલાક આસપાસ સામે આવ્યો છે.