જોટાણા: કટોસણ મરતોલી રોડ પર ખરાબામાંથી ₹63150/-ની કિંમતના 599 નંગ બિયર ટીન ઝડપાયા
સાંથલ પોલીસના માણસોએ બાતમીના આધારે કટોસણ મરતોલી રોડ પર ખરાબામાં તપાસ કરતા વેપાર માટે લવાયેલ ભારતીય બનાવટની વિદેશી બિયરની 599 બોટલ મળી આવી હતી. પોલીસે બિયરની ગણતરી કરતા ₹ 63150/-નો મુદામાલ થવા પામ્યો હતો. રેડ દરમ્યાન આરોપી હાજર મળી આવેલ ન હોય પોલીસે બિયર કબ્જે કરી આરોપી ચંદ્રસિંહ ઝાલા સામે ગુનો દાખલ કરી વધું કાર્યવાહી હાથ ધરી હતી.