મહુવા: વડ સાવિત્રી પર્વે તરેડ ગામ બન્યું ભક્તિમય, મહિલાઓએ પરંપરાગત વિધિથી કરી વડલાની પૂજા
તળાજા તાલુકાના તરેડ ગામમાં વડ સાવિત્રી પર્વ નિમિત્તે ધાર્મિક શ્રદ્ધા અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સુહાગિન મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં વડલાના વૃક્ષ પાસે એકત્ર થઈ હતી અને વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરી હતી. મહિલાઓએ વડલાની પ્રદક્ષિણા કરી કાચો દોરો વીંટાળ્યો તેમજ ભગવાન સાવિત્રી-સત્યવાનની કથાનું શ્રવણ કરીને પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર ગામમાં ભક્તિમય વા