વરાછામાં ધોરણ 12ની વિદ્યાર્થિનીનો સુસાઇડ નોટ લખી આપઘાત નો બનાવ સામે આવ્યો.ભાઈની નજર સામે બહેને રેલવે બ્રિજ પરથી મોતનો કૂદકો લગાવ્યો હતો.સુરતમાં પિતા બે દિવસથી ગુમ થઈ ગયા હતા.માતા બાદ પિતા પણ છોડીને જતાં રહેતા આઘાતમાં ધો.12ની વિદ્યાર્થિની એ સુસાઇડ નોટ લખી આપઘાત કર્યો.સુસાઇડ નોટમાં લખ્યું - હું તાપી નદીમાં ઠેકડો મારું છું..માછીમારોએ નદીમાંથી બહાર કાઢી 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી.અંતિમસંસ્કારમાં માતા અને પિતા બંનેની ગેરહાજરી જોવા મળી હતી.