સીપુ નદીમાંથી ખનીજ ચોરી થતી હોવા અંગે સ્થાનિક લોકોએ જાણ કરતા પ્રાંત, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઝાત ખાતે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી કરી હતી. હાલમાં ચાર ડમ્પર અને એક ટ્રેલર જપ્ત કરાયુ હોવાની સૂત્રો તરફથી શુક્રવારે સાંજે 8:30 કલાકે જાણકારી મળી છે.