તિલકવાડા: સરકારી હોસ્પિટલ ખાતે 0 થી 5 વર્ષ ના બાળકોને પોલિયો રસી ના બે ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરવામાં આવી.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તારીખ 12 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન પોલિયો ઝુંબેશના ભાગરૂપે આજે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવીની ઉપસ્થિતિમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવી પોલિયો રસીકરણની શરૂઆત કરવામાં આવી